ઘણી વખત આપણે જોઇયે છીયે કે પતિ-પત્ની નુ જીવન યંત્રવત રીતે ચાલ્યા કરે છે અને એમા બન્ને જણા એક-બીજા સાથે ખાસ કોઇ વાત્ચીત કરતા નથી, અથવા તો કહી શકાય કે તેમને એવી જરુર જ નથી જણાતી.
પણ ખરેખર જોઇયે તો વાતચીત એ લગ્ન ની સફળતા માટેની મૂળભૂત ચાવીસ્વરૂપ છે.
જો તમે સામેવાળી વ્યક્તિ ને ચાહો છો, પ્રેમ કરો છો, એના પર પુરેપુરો વિશ્વાસ કરો છો પણ તમે તમારા શબ્દો કે વર્તન દ્વારા એ બતાવતા નથી, તો એ બરાબર નથી.
મારી પાસે આવતાં પતિ-પત્નીઓમાં હું ઘણી બધી ગેરસમજ, ઝગડા, એક-બીજા માટેના પૂર્વગ્રહ વગેરે જોઉં છું. બંને સાથે વારાફરતી એકાંતમાં વાત કરતા જણાય છે કે બંને એકબીજાની સાથે સારી રીતેજ રહેવા માંગે છે, પણ સામેંવાળા માટે ખોટી ધારણાઓ બાંધેલી હોવાના લીધે પોતાની વાત સારી રીતે વ્યક્ત નથી કરી શકતા(જે મારી આગળ સરળતાથી બોલે છે). જયારે હું પૂછું કે આ વાત તમે તમારાં જીવનસાથી સાથે કરી છે, ત્યારે તેઓ કહે છે, “મેડમ એવી કંઈ વાત કરવાનો તો સમયજ નથી હોતો… ઘર, છોકરાં, કામ વગેરેમાં વાત ક્યાં થાય???”
Communication (વાતચીત) લગ્નજીવન નો એક ખુબજ અગત્યનો ભાગ છે,જેના વગર ઘણાનાં લગ્નો તૂટી પડે છે અથવા તો કોઈ રસકે ઉત્સાહ વગર આગળ ઢસડાયા કરે છે.
પણ જો અમુક વાતોનું પાલન કરશો તો તમારૂ લગ્નજીવન ફરીથી સુગંધિત બની મહેકી ઉઠશે !!
અમુક સમય નક્કી કરો.. રોજનો એક એવો સમય નક્કી કરો, ભલે ૧૦-૧૫ મીનીટજ હોય, કે જે દરમ્યાન તમેબે એકલાંજ વાતચીત કરો, “આજનો દિવસ કેવો રહ્યો… આજે શું કર્યું… મઝા આવી? કે દુખ થયું…” જેવી આત્મીય વાતો થતી હોવી જોઈએ. અને ટીવી, મોબાઈલ, લેપટોપ, છાપાં જેવી વસ્તુઓ પણ વચમાં ન હોવી જોઈએ,
- આ સમય સવારે કે રાત્રે આંટો મારવાના સમયે હોઈ શકે અથવા રાત્રે છોકરાઓ સુઈ ગયા પછી હોય શકે,વગેરે.
અમુક શબ્દો/વાક્યો ટાળો! “તું ક્યારેય પણ…… (મારી વાત નથી માનતી..વગેરે)” અથવા તો “તમે દર વખતે/ કાયમ/હંમેશા …… (મને સમજતા નથી…વગેરે). આવા શબ્દો સુધારવાને બદલે સામેવાળામાં રોષ/દ્વેષ ઉત્પન્ન કરે છે.
- “તમે અમુક રીતે વર્તો એ મને વધારે ગમે ….”
પૂર્વગ્રહથી વાત નહીં કરો , “ એ પોતાની જાતને મારાથી વધુ હોશિયાર માને છે……..વગેરે.” આવા પૂર્વગ્રહને લીધે આપણે ગુસ્સાથી કે વ્યંગથી જ વાત શરુ કરીએ છીએ, પરિણામે એ પણ સામે ગુસ્સો કરે છે અને વાત બગડતી જાય છે.
- તટસ્થ મને પૂછો, “આમ કરવા પાછળનું કારણ શું હતું?..”
આરોપો નહીં મૂકો. “ બધું તમારાં લીધેજ થયું… તું આમ, તમે આમ……” તમારા આવા શબ્દબાણથી તમારા જીવનસાથી ઢાલરૂપે દોષનો ટોપલો ઉલટાનો તમારાં માથે નાખશે!
- “મને લાગે છે કે આમ કરવાથી કદાચ ફાયદો નહીં થાય … તો આપણે કંઇક બીજું વિચારીએ….?”
આજનો સુવિચાર…..
ગમે તેટલું ઝગડીને પણ દુખી થઈને પણ સાથેજ રેહવાનું છે… તો કેમ નહીં એકબીજાંને સમજીને, માpફ કરીને, પ્રેમથી હળીમળીને સુખી થઈને રહીએ!!!